Site icon hindtv.in

નવસારીમાં આધાર કાર્ડને લગતી કામગીરી માટે લાંબી લાઈનો

નવસારીમાં આધાર કાર્ડને લગતી કામગીરી માટે લાંબી લાઈનો
Spread the love

નવસારીમાં આધાર કાર્ડને લગતી કામગીરી માટે લાંબી લાઈનો
અત્યાધુનિક ‘આધાર સેવા કેન્દ્ર’ની શરૂઆત
હાઈ-ટેક આધાર સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આધાર કાર્ડને લગતી કામગીરી માટે લોકોને હવે લાંબી લાઈનોમાં ઉભા રહીને હાલાકીનો સામનો કરવો નહીં પડે. કારણ કે, શહેરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની તર્જ પર એક અત્યાધુનિક ‘આધાર સેવા કેન્દ્ર’ની શરૂઆત કરવામાં આવી છે. સ્થાનિક સાંસદ સી.આર. પાટીલના હસ્તે આ હાઈ-ટેક આધાર સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. લોકોને હવે એક જ છત નીચે એસી વાતાવરણમાં તમામ સુવિધાઓ મળશે.

આધાર કાર્ડ આજે દરેક નાગરિકની સૌથી મોટી ઓળખ અને પ્રાથમિક જરૂરિયાત બની ગયું છે. આધારમાં સુધારા-વધારા કે નવું આધાર કાર્ડ કઢાવવા માટે અત્યાર સુધી લોકોને ઘણી મુશ્કેલીઓ પડતી હતી. પરંતુ હવે આ સમસ્યાનો અંત આવ્યો છે. શહેરમાં પ્રથમ વખત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું ‘આધાર સેવા કેન્દ્ર’ શરૂ કરવામાં આવ્યું છે. સાંસદ સી.આર. પાટીલે આ સેન્ટરનું વિધિવત ઉદ્ઘાટન કરી તેને લોકોની સેવામાં ખુલ્લું મુક્યું છે. ખાસ વાત એ છે કે, આ કેન્દ્ર પાસપોર્ટ સેવા કેન્દ્રના મોડલ અને સ્તર પર તૈયાર કરવામાં આવ્યું છે.

આ નવું સેન્ટર એક ‘ટાઈપ સી’ (Type C) કેટેગરીનું આધાર સેવા કેન્દ્ર છે, જેમાં કુલ 4 કિટ્સ (સિસ્ટમ્સ) કાર્યરત રહેશે. આ સેન્ટરની ક્ષમતા એવી છે કે દરરોજ આશરે 200 થી 225 અરજદારો અહીં આરામથી પોતાનું કામ કરાવી શકશે. અહીં બાળકોથી લઈને પુખ્ત વયના લોકો માટે નવા આધાર કાર્ડની નોંધણી (Enrollment), બાયોમેટ્રિક અપડેટ, અને ડેમોગ્રાફિક અપડેટ જેવી આધારને લગતી તમામ કામગીરી એક જ જગ્યાએ થઈ શકશે.આધારને લગતી તમામ સેવાઓ હવે એક જ છત નીચે અને તે પણ સંપૂર્ણ સુવિધાયુક્ત વાતાવરણમાં ઉપલબ્ધ બની છે. સાંસદ સી.આર. પાટીલના હસ્તે ખુલ્લુ મુકાયેલું આ નવું આધાર સેવા કેન્દ્ર શહેરના નાગરિકો માટે આશીર્વાદરૂપ અને ખૂબ જ ઉપયોગી સાબિત થશે…

Exit mobile version