Site icon hindtv.in

રાજ્યભરમાં આજે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા યોજાઈ

રાજ્યભરમાં આજે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા યોજાઈ
Spread the love

રાજ્યભરમાં આજે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા યોજાઈ
સુરતમાં 60 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષામાં જોડાયા
વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોની ભારે ભીડ
ગેરરીતિ અટકાવવા પોલીસ અને તંત્ર એલર્ટ

આજે સમગ્ર રાજ્યમાં લોકરક્ષક દળની લેખિત પરીક્ષા યોજાઈ હતી. સુરતમાં 60 હજારથી વધુ ઉમેદવારો વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતાં. પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પોલીસ અને તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો

સુરત શહેરમાં આજે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરત શહેરના પાંચ ઝોનમાં કુલ 201 પરીક્ષા કેન્દ્રો અને 2006 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરાયુ હતું. સુરતમાં કુલ 60,180 ઉમેદવારો પરીક્ષા માટે નોંધાયા હતા. અને વહેલી સવારથી જ ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. પરીક્ષા સવારે 9:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી યોજાઈ હતી. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે સવારે 8:30 વાગ્યા બાદ કોઈપણ સંજોગોમાં ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ રહે અને ગેરરીતિ અટકાવી શકાય તે માટે દરેક કેન્દ્ર પર વિશેષ ફ્રિસ્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સાથે જ તમામ પરીક્ષા ખંડોમાં સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી હતી. પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા કેન્દ્રો પર સતત મોનીટરીંગ કરાયુ હતું. તો પરીક્ષા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા ખાસ ધ્યાન અપાયુ હતું.

Exit mobile version