Site icon hindtv.in

રાંદેર હનુમાન ટેકરી ખાતે લોક દરબાર યોજાયો

રાંદેર હનુમાન ટેકરી ખાતે લોક દરબાર યોજાયો
Spread the love

રાંદેર હનુમાન ટેકરી ખાતે લોક દરબાર યોજાયો
લોક દરબારમાં વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર
રાંદેરમાં લોક દરબાર યોજાયો , સ્થાનિકોની સમસ્યાઓની રજૂઆત

સુરતના રાંદેર વિસ્તારમાં હનુમાન ટેકરી ખાતે એક લોક દરબારનુ આયોજન કરાયુ હતુ જેમાં પોલીસ, પાલિકા, કલેકટર અને સિંચાઈ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ હનુમાન ટેકરી ખાતે શ્રી ખલાસી યુવા સંગઠન દ્વારા લોક દરબારનુ આયોજન કરાયુ હતું. જેમાં સુરત પોલીસ, સુરત મનપાના અધિકારીઓ, સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કલેકટરાલયના અધિકારીઓ હાજર રહ્યા હતાં. જે સાથે સ્થાનિકોએ મુલાકાત કર્યા બાદ વિવિધ વિભાગના અધિકારીઓને સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે રજુઆત કરી હતી. તો સ્થાનિકોની સમસ્યા સાંભળી તેનુ નિરાકણ લાવવા બાંહેધરી અપાઈ હતી.

Exit mobile version