Site icon hindtv.in

સુરતના ભેસ્તાન વિસ્તારમાં સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ વિરોધ કર્યો

સુરતના ભેસ્તાન વિસ્તારમાં સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ વિરોધ કર્યો
Spread the love

સુરતના ભેસ્તાન વિસ્તારમાં સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ વિરોધ કર્યો
ટોરન્ટ પાવર અને જીઈબીના અધિકારીઓ સ્થળે દોડી ગયા
જીઈબી દ્વારા 10 થી 15 જેટલા જ સ્માર્ટ મીટર લગાવાતા વિરોધ

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી સંગમ સોસાયટી ખાતે સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.

સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે ભેસ્તાન વિસ્તારમાં આવેલી સંગમ સોસાયટીમાં સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જેને લઈ ટોરન્ટ પાવર અને જીઈબીના અધિકારીઓ સ્થળે દોડી ગયા હતાં. દોઢ કલાક સુધી હંગામો થયા બાદ સ્માર્ટ મીટર હટાવી જુના મીટરો જ કંપની દ્વારા ફીટ કરી દેવાયા હતાં. તો જીઈબી દ્વારા 10 થી 15 જેટલા જ સ્માર્ટ મીટર લગાવાતા વિરોધ કરાયો હતો.

Exit mobile version