Site icon hindtv.in

સુરતના વરાછામાં બે યુવકોને સ્થાનિકોએ મેથીપાક આપ્યો

સુરતના વરાછામાં બે યુવકોને સ્થાનિકોએ મેથીપાક આપ્યો
Spread the love

સુરતના વરાછામાં બે યુવકોને સ્થાનિકોએ મેથીપાક આપ્યો
હીરાબાગ ચાર રસ્તા પાસે વિદ્યાર્થીનીઓને હેરાન કરતા બે યુવકો
રોમીયોગીરી કરતા બંને યુવકોની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હીરાબાગ ચાર રસ્તા પાસે ટ્યુશન ક્લાસમાં આવતી વિદ્યાર્થીનીઓને હેરાન કરતા બે યુવકોને સ્થાનિકોએ મેથીપાક આપ્યો હતો.

સુરતના વરાછા હીરાબાગ ચાર રસ્તા ઉપર આવેલા ક્લાસીસમાં અભ્યાસ માટે આવતી વિદ્યાર્થીનીઓને બે યુવકો વારંવાર હેરાન કરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ મુદ્દે અનેક વખત રજૂઆત છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ દરમિયાન બંને યુવકો ફરી વિસ્તારમાં જોવા મળતાં સ્થાનિકોએ તેમને પકડી પાડી જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અને પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈ મામલો થાળે પાડ્યો હતો. જ્યારે રોમીયોગીરી કરતા બંને યુવકોની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Exit mobile version