Site icon hindtv.in

વલસાડમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી

વલસાડમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Spread the love

વલસાડમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
જિલ્લા તાલુકા પંચાયતની 186 બેઠકો પર ફોર્મ ભરવાની પ્રક્રિયા
અંતિમ દિવસે ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયા શરૂ

વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાના  અંતિમ પાંચમા દિવસના રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.

વલસાડમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જિલ્લા તાલુકા પંચાયતની 186 બેઠકો પર ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરાય છે ત્યારે અંતિમ દિવસે જિલ્લા પંચાયતની 36 બેઠકો અને 6 તાલુકા પંચાયતની કુલ પંચાયતની 150 બેઠકો પર ઉમેદવારોએ ફોર્મ ભરવાની  પ્રક્રિયા ચાલી રહી છે વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને  સ્થાનિક ધારાસભ્ય ભરતભાઈ પટેલની ઉપસ્થિતિ વચ્ચે  તમામ ઉમેદવારો વાંજ તે ગાજતે ઉમેદવારી પત્રકો ભરવા નીકળ્યા છે નોંધનીય છે કે ભાજપે  ઉમેદવારોની યાદી જાહેર કરતા કાર્યકરો અને દાવેદારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ જાહેરાત બાદ ઉમેદવારી પત્રો ભરવામાં વધુ તેજી જોવા મળી  હતી

Exit mobile version