સુરત કામરેજ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર
મંત્રી પ્રફુલ પાનશેરિયા પોતે મેદાનમાં ઉતરી પ્રચારમાં લાગ્યા
સુરત કામરેજ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. રાજ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયા પોતે મેદાનમાં ઉતરી ભાજપના ઉમેદવાર માટે જનસંપર્ક કરી રહ્યા છે.
કામરેજના વિવિધ ગામો અને સોસાયટીઓમાં પ્રફુલ પાનશેરિયા દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ખોલવડ જીલ્લા પંચાયત બેઠક ના ઉમેદવાર સમીર ભાઈ મોદી ના પ્રચાર માટે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ મેદાન માં ઉતર્યા છે . કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી ‘કમળ’ને વિજયી બનાવવા અપીલ કરવામાં આવી રહી છે…કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને ઠેર-ઠેર ફૂલહારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

