Site icon hindtv.in

દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬

દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬
Spread the love

દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬
ચૂંટણીલક્ષી સામગ્રીની વિતરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી
જિલ્લા તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુચારૂ માહોલમાં વિતરણ
દાહોદની ચુંટણી અન્વયે આવતી કાલે મતદાન

દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત ઇવીએમ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રીની વિતરણ પ્રક્રિયા શરૂ કરી હતી

રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને નગરપાલિકા દાહોદ ની ચુંટણી અન્વયે આવતી કાલે મતદાન યોજાનાર છે. તેના અનુસંધાને દાહોદ જિલ્લામાં આજરોજ ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટરો ખાતે ઇવીએમ મશીન તથા ચૂંટણીલક્ષી સામગ્રીના વિતરણ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્થિત રિસિવિંગ સેન્ટર પરથી પ્રાંત અધિકારી શ્રી મિલિન્દ દવે અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત પરમારના માર્ગદર્શન હેઠળ ઇવીએમ મશીન તેમજ અન્ય ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુચારૂ માહોલમાં તમામ ટીમોને વ્યવસ્થિત રીતે સામગ્રી વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે….

Exit mobile version