નવસારી વાંસદામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
કોંગ્રેસ ઉમેદવારોએ વાજતે-ગાજતે દાવેદારી કરી
કોંગ્રેસ જળ, જંગલ અને જમીન બચાવવાના મુદ્દે ચૂંટણી લડશે.
નવસારી વાંસદામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો આવ્યો છે
નવસારી વાંસદામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે વાજતે-ગાજતે સંભવિત ઉમેદવારોએ ઉમેદવારી દાવેદારી કરી છે ત્યારે વાંસદામાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્રોભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વાંસદા તાલુકા પંચાયતની ૨૮ અને જિલ્લા પંચાયતની ૭ બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. મોટી જનમેદની અનેવિવિધ જ્ઞાતિના લોકોના સમર્થન સાથે કોંગ્રેસે શક્તિપ્રદર્શન કર્યું હતું અને કોંગ્રેસ જળ, જંગલ અને જમીન બચાવવાના મુદ્દે ચૂંટણી લડશે.

