Site icon hindtv.in

અરેઠ તાલુકાના ઝરપણ ગામ ખાતેથી દારૂ ઝડપાયો

અરેઠ તાલુકાના ઝરપણ ગામ ખાતેથી દારૂ ઝડપાયો
Spread the love

અરેઠ તાલુકાના ઝરપણ ગામ ખાતેથી દારૂ ઝડપાયો
સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે દારૂ ઝડપ્યો

માંડવીથી કિમ તરફ જતા રોડ ઉપર ટોલટેક્ષ નજીકમાંથી આઇસર ટેમ્પોમાં ચોરખાના ભુસાની આડમાં વિદેશીદારૂનો જથ્થો વહન કરી લઇ જવાનો કિમિયો નિષ્ફળ કરી, માતબર વિદેશી દારૂના જથ્થા સહીત કુલ્લે કિ.૩૪,૬૯,૩૫૮ ના મુદ્દામાલ સાથે કુલ-૨ આરોપીઓને ઝડપી પાડતી સુરત જીલ્લા એલ.સી.બી પોલીસ.

પોલીસ મહાનિરીક્ષક સુરત નાઓની રાહબરી હેઠળ તથા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી-જુગારની પ્રવુતિ ઉપર સખત વોચ રાખી, આવી પ્રવુતિ સદંતર બંધ કરવા સારૂ સુરત જીલ્લામાં સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ. જે આધારે પીઆઇ આર.બી.ભટોળની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહી-જુગારના લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃતિ ઉપર તથા નેશનલ/સ્ટેટ હાઇ-વે ઉપર મોટા પ્રમાણમા વિદેશીદારૂની હેરાફેરી થતી હોય જેના ઉપર સખત વોચ રાખી, અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી ચોક્કશ દીશામા વર્ક ચાલુ કરેલ. જે અનુસંધાનમાં એલ.સી.બીનાઓ પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હાજર હતા. દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, એક આઇસર ટેમ્પો રજી.નંબર-GJ-15-AT-7590 નો ચાલક તેના કબ્જાના ટેમ્પોમાં વિદેશીદારૂનો જથ્થો ભરી નાનાપૌંઢાથી ધરમપુર, વાંસદા થઇ માંડવી તરફથી આવી રહેલ છે અને આણંદ જનાર છે.” તેવી ચોક્કસ હકિકત મળેલ હોય જે બાતમી હકિકતના આધારે એલ.સી.બી સ્ટાફના માણસો દ્વારા મોજે ઝરપણગામની સીમમાં માંડવીથી કિમ તરફ જતા રોડ ઉપર ટોલટેક્ષની નજીકમાં બાતમી હકિકતવાળા આઇસર ટેમ્પોની વોચ તપાસમા હતા દરમ્યાન ટેમ્પોનો ચાલક તથા ક્લીનર તેઓના કબ્જાનો ટેમ્પો લઇ આવતા તેઓ બન્નેને તેઓના કબ્જાનો આઇસર ટેમ્પોને ઉભો રખાવી સદરહું ટેમ્પોમાં ચેક કરતા ટેમ્પોના પાછળના ભાગેથી ચોખાના ભુસાની બોરીઓની આડમાંથી માતબર વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ હોય જેથી આઇસર ટેમ્પો ચાલક તથા ક્લીનરના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી, આ ટેમ્પોમા વિદેશીદારૂનો જથ્થો ભરી આપનાર, તથા ટેમ્પોમાં ડ્રાઇવીંગ કરવા મોકલનાર, લોકેશન પુછનાર, તથા વિદેશીદારૂનો જથ્થો મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી, પકડાયેલ ઇસમોના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. જેમાં બે આરોપી પકડી પાડેલ છે અને ચાર આરોપી વોન્ટેડ જાહેર કરેલ છે કુલ રૂપિયા 34,69,358 નો મુદ્દા માલ તથા બે આરોપી ઝડપી પાડી કાયદેસરની કાર્યવહી કરવામાં આવી છે સુરતએલ સી.બી દ્વારા સરાહનીય કામગીરી કરેલ છે….

Exit mobile version