Site icon hindtv.in

ભાવનગરના નારી ગામ પાસે દારૂની રેલમછેલ

ભાવનગરના નારી ગામ પાસે દારૂની રેલમછેલ
Spread the love

ભાવનગરના નારી ગામ પાસે દારૂની રેલમછેલ
દારૂ ભરેલી કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત
કારમાં સવાર 29 વર્ષના યુવકનું થયું મોત

ભાવનગરમાં ગત રાત્રીના શહેરના નારીગામ નજીક દારૂ ભરેલી બલેનો કાર પૂરપાટ ઝડપે ભાવનગર બાજુ આવી રહી હતી. તે વેળાએ કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી અને કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર મહિલા સહિત 3 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી

ભાવનગર અમદાવાદ હાઈ-વે પર મોડીરાત્રીના ભાવનગર શહેરના નારી ગામ નજીક વિદેશી દારૂનો જથ્થો ભરેલી બલેનો કાર પુરપાટ ઝડપે આવી રહી હતી. તે વેળાએ કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર મહિલા સહિત 3 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રેણુ નામની યુવતી અને યોગીન્દ્ર રાજપૂત નામના યુવકનું મોત થયું છે. આ અકસ્માતમાં કારમાં સવાર રેણુબેન, અજય દલબિરસિંગ ગોરીયા,યોગીન્દ્ર , કમલ પંડિત સહિત તમામ હરિયાણાના રહેવાસી હતા, જે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે અકસ્માતની જાણ વરતેજ પોલીસને થતા મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસ તપાસ દરમિયાન કાર માંથી પ્લાસ્ટિકની નાની-મોટી વિદેશી દારૂની 1176 બોટલો અને કારમાંથી બે અલગ અલગ રાજ્યની નંબર પ્લેટ મળી આવી હતી. જેમાં એક હરિયાણા પાર્સિંગની HR.10.AC- 0321 અને અન્ય ગુજરાત પાર્સિંગની Gj-27 નંબરની એમ બે નંબર પ્લેટ મળી આવી હતી. જ્યારે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવતી સહિત 3 લોકો સામે દારૂ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો. સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તો પૈકી આજરોજ રેણુ નામની યુવતી અને યોગીન્દ્ર રાજપૂતનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે ત્યારે અકસ્માત થયેલ કારમાંથી મળી આવેલ મસમોટો દારૂનો જથ્થો ક્યાંથી લઈને આવ્યા હતા અને કોને આપવાના હતા તે અંગે વરતેજ પોલીસે તપાસ શરૂ કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version