Site icon hindtv.in

સુરતના લિંબાયત ક્રિષ્ના નગરમાં દારૂના અડ્ડા

સુરતના લિંબાયત ક્રિષ્ના નગરમાં દારૂના અડ્ડા
Spread the love

સુરતના લિંબાયત ક્રિષ્ના નગરમાં દારૂના અડ્ડા
મકાન પર કરાયેલા પથ્થરમારામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપ્યા
આરોપી રવિ ઉર્ફે ચોકો ઉર્ફે મનન સીંઘ, રાજ લોટન કારેલકર,
કરણ નાના સોનવણે અને પ્રકાશ ઉર્ફે વિકી શુટર સોનીને ઝડપ્યા

સુરતના લિંબાયત ક્રિષ્ના નગરમાં દારૂના અડ્ડા પાસેના મકાન પર કરાયેલા પથ્થરમારામાં સંડોવાયેલા આરોપીઓને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા હતાં.

સુરતના લિંબાયત વિસ્તારના ક્રિષ્ના નગરમાં બુટલેગર બેફામ બન્યો હતો. અને ઘર પાસે જાહેરમાં દારૂ પિનારાઓ અંગે ટકોર કરનાર યુવાનના ઘરે બુટલેગરો સાથીદારો સાથે મળી પથ્થરમારો કર્યો હતો. જે ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ તાત્કાલિક લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓ રવિ ઉર્ફે ચોકો ઉર્ફે મનન સીંઘ, રાજ લોટન કારેલકર, કરણ નાના સોનવણે અને પ્રકાશ ઉર્ફે વિકી શુટર સોનીને ઝડપી પાડ્યા હતાં. અને તેઓને કાયદાનુ ભાન કરાવ્યા બાદ પોલીસે સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

Exit mobile version