Site icon hindtv.in

સુરતના ડુમસ વિસ્તારમાં દારૂની મહેફિલ

સુરતના ડુમસ વિસ્તારમાં દારૂની મહેફિલ
Spread the love

સુરતના ડુમસ વિસ્તારમાં દારૂની મહેફિલ
જન્મદિવસની ઉજવણીના નામે ફાર્મ હાઉસમાં મહેફિલ
22 લોકોને પોલીસે અટકાયતમાં લીધા

સુરતના ડુમસ વિસ્તારમાં મોડી રાત્રે પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી હતી જેમાં જન્મદિવસની ઉજવણીના નામે ફાર્મ હાઉસમાં ભેગા થયેલા 22 લોકોને પોલીસે અટકાયતમાં લીધા હતા જેમાં 8 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

ડુમસ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં જન્મદિવસની ઉજવણી માટે લોકો ભેગા થયા હતા. પોલીસને દારૂની મહેફિલ ચાલી રહી હોવાની માહિતી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 22 લોકોની અટકાયત કરી છે, જેમાં 8 મહિલાઓ પણ સામેલ છે. દારૂ અને બિયર સહિતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે તમામને મેડિકલ ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version