સુરતમાં પ્રતિબંધ હોવા છતા અનેક જગ્યાએ દારૂ અને જુગાર
લિંબાયત પોલીસે આવી જ એક જુગારની પ્રવૃત્તિ પર દરોડા પાડ્યા
જુગાર રમતા જુગારીઓને ઝડપી કાર્યવાહી કરી
સુરતમાં પ્રતિબંધ હોવા છતા અનેક જગ્યાએ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ધમધમતી હોય છે ત્યારે સુરતની લિંબાયત પોલીસે આવી જ એક જુગારની પ્રવૃત્તિ પર દરોડા પાડી જુગારદામ ઝડપી પાડ્યો હતો.
સુરતમાં જુગાર અને દારૂની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા પોલીસ ટીમ મેદાને છે ત્યારે સુરતની લિંબાયત પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે લિંબાયત કૈલાશ નગર ખાતે દરોડા પાડી ત્યાં એક મકાનની અગાસી પરથી જુગાર રમતા જુગારીઓ જ્ઞાનેશ્વર પાટીલ, સતીષ ભાંભરે, વિનોદ પાટીલ, સચીન પાટીલ અને યોગેશ રાજપુતને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહિતની મત્તા કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

