Site icon hindtv.in

જાફરાબાદના હેમાળ ગામમાં સિંહણને કચડનાર ઝડપાયો

જાફરાબાદના હેમાળ ગામમાં સિંહણને કચડનાર ઝડપાયો
Spread the love

જાફરાબાદના હેમાળ ગામમાં સિંહણને કચડનાર ઝડપાયો
સીસીટીવી ના આધારે વનવિભાગની ટીમ અમદાવાદ પહોંચી
4 જાન્યુઆરીએ હેમાળ ગામમાં સર્જાયો હતો અકસ્માત

અમરેલી જિલ્લાના જાફરાબાદના હેમાળ ગામ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે સિંહણનું અજાણ્યા વાહન અડફેટે મોત થયું છે. રોડ ક્રોસ કરતી વખતે વાહનની ટક્કરથી સિંહણને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. વનવિભાગ દ્વારા મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.

રાજુલા જાફરાબાદ પંથકમાંથી પસાર થતો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે સિંહો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. અગાઉ પણ આ વિસ્તારમાં સિંહબાળ સહિત અનેક વન્ય પ્રાણીઓના અકસ્માતમાં મોત થયા છે. ટીંબી, છેલણા, હેમાળ, દુધાળા, નાગેશ્રી, કાગવદર, ચારનાળા, હિંડોરણા અને કડિયાળી જેવા હાઈવે નજીકના ગામડાઓમાંથી સિંહોના રોડ ક્રોસ કરવાના બનાવો રોજિંદા બનતા રહે છે, જેના કારણે સિંહોની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. જાફરાબાદના હેમાળ ગામમાં સિંહણને કચડવાની ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ રેન્જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આરએફઓ, ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકર્સ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે. વનવિભાગે અજાણ્યા વાહનચાલકને શોધવા માટે કવાયત હાથ ધરી છે અને હાઈવે પરના તેમજ હોટલના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે.

4 જાન્યુઆરીએ જાફરાબાદના હેમાળ ગામમાં સિંહણને કચડનાર ઝડપાયો છે, વનવિભાગે અકસ્માત કરનાર વાહન ચાલકને ઝડપથી શોધીને કાર્યવાહી શરૂ કરી છે. સિંહપ્રેમીએ નેશનલ હાઈવે પર વધતી અવર જવરને ધ્યાનમાં રાખીને વનવિભાગ સિંહોને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવે અને પેટ્રોલિંગ વધારે તેવી માંગણી પણ કરી હતી…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version