Site icon hindtv.in

લિંબાયતના યુવકે પ્રેમ પ્રકરણમાં ઝેર પી જીવન ટૂંકાવ્યું

લિંબાયતના યુવકે પ્રેમ પ્રકરણમાં ઝેર પી જીવન ટૂંકાવ્યું
Spread the love

લિંબાયતના યુવકે પ્રેમ પ્રકરણમાં ઝેર પી જીવન ટૂંકાવ્યું
પ્રેમી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
પ્રેમીના પરિવારે પ્રેમિકાનાં પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા

સુરતના લિંબાયતમાં આવેલ નીલગીરી પાસે રહેતી પરિણીત પ્રેમિકાના ઘરે જઈ અપરણિત પ્રેમીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

સુરત શહેરના લિંબાયતમાં 23 વર્ષીય પ્રેમીએ પ્રેમિકાના ઘરે આપઘાત કર્યો હતો. નીલગીરી પાસે રહેતી પરિણીત પ્રેમિકાને અપરણિત પ્રેમી રોહિત જાધવ મળવા ગયો હતો ત્યારે પ્રેમિકાનો પરિવાર જોઈ જતા યુવક સાથે બોલાચાલી થઈ હતી અને પ્રેમીએ પ્રેમિકાના ઘરે જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પ્રેમી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં પ્રેમી રોહિત જાધવનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. તો મૃતક રોહિત જાધવના પરિવારે પ્રેમિકાનાં પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે અને પ્રેમિકાના પરિવારે જ રોહિતને માર માર્યો હોવાના આરોપ લગાવતા લિંબાયત પોલીસે હાલ લાશને પીએમ અર્થે ખસેડી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version