Site icon hindtv.in

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પ્રેમસંબંધમાં જીવન ટૂંકાવ્યું

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પ્રેમસંબંધમાં જીવન ટૂંકાવ્યું
Spread the love

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પ્રેમસંબંધમાં જીવન ટૂંકાવ્યું
સામાન્ય ઝઘડાએ એવું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
ડઘાઈ ગયેલી પ્રેમિકાએ તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પ્રેમસંબંધમાં એક અત્યંત કરૂણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સામાન્ય ઝઘડાએ એવું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે, પ્રેમીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો અને તે જોતા જ ડઘાઈ ગયેલી પ્રેમિકાએ તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મકવાણા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

મળતી માહિતી પ્રમાણે અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પ્રવીણભાઈ મકવાણાની 20 વર્ષીય દીકરી સુમનના એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. બુધવારે સાંજે પ્રેમી સુમનના ઘરે આવ્યો હતો. કોઈ અંગત કારણોસર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વણસી ગઈ હતી કે સુમને ફિનાઈલ પીવાની કોશિશ કરી, પરંતુ તેના પ્રેમીએ બોટલ ઝૂંટવી પોતે જ ફિનાઈલ પી લીધું હતું.તાપી નદીકાંઠે એક પ્રેમ કથા દુઃખદ અંત તરફ વળી છે. બુધવારે સાંજે પ્રેમી યુગલ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન પ્રેમીએ સુમનની સામે જ ફિનાઈલ પી લીધું, જેના કારણે તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ સુમનને માનસિક રીતે ભાંગી નાખી. રાત્રે તે ઘરેથી નીકળી ગઈ અને તાપી નદીમાં ઝંપલાવી દીધું. ગુરુવારે સવારે કોઝ-વે નજીકથી સુમનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ યુવા પ્રેમી યુગલોમાં માનસિક તણાવ અને નિરાશાના મુદ્દાને ફરી એક વાર ઉજાગર કર્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને બંને પરિવારોના નિવેદનો લઈ રહી છે.. દીકરીના મોત સમાચાર સાંભળતા જ પરિવાર પાયમાલ થઈ ગયો છે. પિતા પ્રવીણભાઈની માનસિક સ્થિતિ કથળી છે. જ્યારે માતાને આ આઘાત સહન ન થતા ‘બ્રેઈન હેમરેજ’ થયું છે. પોલીસને મૃતદેહ સોંપવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અંતે અન્ય બહેનોને સમજાવી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. ચોક બજાર પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પ્રેમીનું નિવેદન લેવામાં આવશે, જેના આધારે ઝઘડાનું ચોક્કસ કારણ અને ઘટનાની કડીઓ જોડી શકાશે.

Exit mobile version