સુરત : સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત સ્વચ્છતા હી સેવાનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો
લોન્ચિંગ કાર્યક્રમ સોનાલી બીચ ખાતે રાખવામાં આવ્યો
લોન્ચિંગ કાર્યક્રમ અનેક મહાનુભાવો હાજર રહ્યા
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત સ્વચ્છતા હી સેવા 2025 સુરત જિલ્લાનો લોન્ચિંગ કાર્યક્રમ સોનાલી બીચ ખાતે રાખવામાં આવ્યો..
ભારત સરકાર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત 2 જી ઓક્ટોબર ના રોજ મહાત્મા ગાંધીજી ના જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારત માં સ્વચ્છતા માટે જન આંદોલનની ઉજવણી નું આહવાહન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશન ના 11 વર્ષની ઉજવણી ના ભાગ રૂપે “સ્વચ્છતા હી સેવા 2025” ને “સ્વચ્છોત્સવ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગ રૂપે 17 સપ્ટેમ્બર 2025 થી 2 ઓક્ટોબર 2025 સુધી “સ્વચ્છતા હી સેવા-2025” પખવાડિયા નું આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે ચોર્યાસી તાલુકા ના સુંવાલી ગ્રામ પંચાયત ખાતે “સ્વચ્છતા હી સેવા 2025” નું લોન્ચિંગ કાર્યક્રમ સુરત જિલ્લા વિકાસ અધિકારી શ્રી શિવાની ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા વિકાસ એજન્સી ના ડાયરેક્ટર એમબી પ્રજાપતિ તથા જિલ્લા આયુષ અધિકારી ડોક્ટર મિલન તથા તાલુકા વિકાસ અધિકારી ચોર્યાસી ના મયુરીબેન તથા ચોર્યાસી ના મામલતદાર નીરવ સાહેબ તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઠાકોર તથા ભાજપના સંગઠનના મહામંત્રી કિશન પટેલ તથા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશોક રાઠોડ તથા નિલેશ તડવી અને,જિલ્લા પંચાયત સભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ તૃપ્તિ પટેલ ભાજપના યુવા મોરચાના પ્રમુખ હાર્દિક તથા સુવાલીગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચ તથા કાઠા વિસ્તારના સરપંચ ઉપસરપંચ તેમજ માજી સરપંચ અને હોદ્દેદારો તેમજ સુવાલી ગામના તલાટી કમ મંત્રી નિકિતા તેમજ પંચાયત સ્વચ્છ ભારત મિશન ધવલ જે કાપડિયા હાજર રહ્યા હતા
