ભાવનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ મેગા IT ઇવેન્ટ ‘પ્રેક્સીસ-2026’નો પ્રારંભ
નંદકુંવરબા મહિલા કોલેજમાં IT અને કોમ્પ્યુટર એક્ઝિબિશન યોજાયું
35 ઝોનમાં 65 જેટલા પ્રોજેક્ટ્સનું પ્રદર્શન
ભાવનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ **આઈટી અને કોમ્પ્યુટર મેગા ઈવેન્ટ ‘પ્રેક્સીસ-2026’**નું આયોજન કરવામાં આવ્યું છે. નંદકુંવરબા મહિલા કોલેજના બી.સી.એ. વિભાગ દ્વારા યોજાયેલા આ પ્રદર્શનનો આજે પ્રારંભ થયો છે.આ પ્રદર્શનમાં 250 વિદ્યાર્થીનીઓએ 35 ઝોનમાં 65 જેટલા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા છે. એઆઈ, પાયથોન, સાયબર સિક્યોરિટી સહિતના વિવિધ ટેક્નોલોજી આધારિત પ્રોજેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ, દેવરાજનગરના BCA વિભાગ દ્વારા ‘પ્રેક્સીસ-2026’ના બેનર હેઠળ આ મેગા IT અને કોમ્પ્યુટર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં NMC Smart Exit, Cyber War, Python, Eduvista, Expense Insight Hub, VIZUFIT અને Twin Verse AI Tool જેવા વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે. NMC Smart Exit વિદ્યાર્થીઓ માટેની Gate Pass Management System છે, જે Gate Pass Request, Approval, Notification અને Exit Record જેવી પ્રક્રિયાઓને ડિજિટલ અને વ્યવસ્થિત બનાવે છે. જ્યારે Expense Insight Hub એક સ્માર્ટ Expense Management અને Analytics System છે, જેમાં યુઝર્સ પોતાના બિલ અને રસીદ અપલોડ કરીને ખર્ચને કેટેગરી પ્રમાણે મેનેજ અને એનાલાઈઝ કરી શકે છે. સિસ્ટમમાં ડેઇલી, વીકલી અને મંથલી ખર્ચની માહિતી સાથે ચાર્ટ્સ અને રિપોર્ટ્સની સુવિધા પણ આપવામાં આવી છે. આ ઉપરાંત VIZUFIT જેવી એપ્લિકેશન દ્વારા વર્ચ્યુઅલી વસ્તુઓ ટ્રાય કરવાનો અનુભવ, જ્યારે Twin Verse AI Tool દ્વારા કોલેજ કેમ્પસનું ઇન્ટરેક્ટિવ 3D ડિજિટલ ટ્વિન તૈયાર કરવામાં આવ્યું છે. જેના માધ્યમથી વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ કેમ્પસ, બિલ્ડિંગ્સ અને વિવિધ સુવિધાઓને વર્ચ્યુઅલી એક્સપ્લોર અને નેવિગેટ કરી શકે છે. આ મેગા ઇવેન્ટનું ઉદ્ઘાટન 24 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 9 વાગ્યે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાવનગરની IT કંપનીઓના MD, IT નિષ્ણાતો, વિવિધ કંપનીઓના અગ્રણી તેમજ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે.સૌરાષ્ટ્રમાં પ્રથમવાર યોજાઈ રહેલી આ IT અને કોમ્પ્યુટર મેગા ઇવેન્ટને લઈને BCA વિભાગની વિદ્યાર્થીનીઓ અને અધ્યાપકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

