સુરતમાં લાઇમલાઇટ લેબગ્રોન ડાયમંડ્સ ફેક્ટરી આઉટલેટનો પ્રારંભ
લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીની વિશાળ રેન્જ એક જ સ્થળે ઉપલબ્ધ
હાલ 45 થી વધુ શહેરોમાં 80 થી વધુ એક્સક્લુઝિવ સ્ટોર્સ કાર્યરત
સુરતમાં લાઇમલાઇટ લેબગ્રોન ડાયમંડ્સના નવા ફેક્ટરી આઉટલેટનો અશ્વનીકુમાર રોડ, ઉમિયાધામ રોડ ખાતે ભવ્ય શુભારંભ થયો હતો તો આ નવા સ્ટોરનું ઉદ્ઘાટન 11 ઓગસ્ટે કો-ફાઉન્ડર અને ડિરેક્ટર નિરવ ભટ્ટ સહિતના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
સુરતના અશ્વનીકુમાર રોડ ઉમિયાધામ રોડ ખાતે લાઇમલાઇટ લેબ ગ્રોન ડાયમંડ્સના નવા ફેક્ટરી આઉટલેટનો શુભારંભ કરવામાં આવ્યો છે. નવા આઉટલેટમાં ગ્રાહકોને સર્ટિફાઇડ લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીની વિશાળ રેન્જ એક જ સ્થળે ઉપલબ્ધ થશે. જેમાં સોલિટેયર, ડેઇલી વેર જ્વેલરી, બ્રાઇડલ તેમજ સ્ટેટમેન્ટ કલેક્શનનો સમાવેશ કરાયો છે. આ પ્રસંગે લાઇમલાઇટ દ્વારા વેર યોર પ્રિડ ફિલોસોફી સાથે ખાસ પાવરમાર્ક ડાયમંડ બ્રોચ કલેક્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું. ડૉક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને વકીલો જેવા પ્રોફેશનલ્સ માટે ડિઝાઇન કરાયેલા આ બ્રોચ કલેક્શનનો ઉદ્દેશ તેમની મહેનત, શિસ્ત, સમર્પણ અને સફળતાને સન્માન આપવાનો છે.
લાઇમલાઇટની ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર પૂજા માધવને જણાવ્યું કે ડાયમંડ ઉદ્યોગમાં સુરતનું આગવું સ્થાન છે અને સુરતમાં ફેક્ટરી આઉટલેટ શરૂ કરવું બ્રાન્ડ માટે ગૌરવની બાબત છે. જ્યારે કો-ફાઉન્ડર અને ડિરેક્ટર નિરવ ભટ્ટે જણાવ્યું કે સુરત ફેક્ટરી આઉટલેટ લાઇમલાઇટની વિસ્તરણ યાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. કંપનીના જણાવ્યા અનુસાર, મુંબઈ સ્થિત લાઇમલાઇટ લેબ ગ્રોન ડાયમંડ્સના દેશમાં હાલ 45 થી વધુ શહેરોમાં 80 થી વધુ એક્સક્લુઝિવ સ્ટોર્સ કાર્યરત છે.

