Site icon hindtv.in

ગુજરાત યુનિવર્સિટીમાં’ભારત કુલ’નો પ્રારંભ

ગુજરાત યુનિવર્સિટીમાં'ભારત કુલ'નો પ્રારંભ
Spread the love

ગુજરાત યુનિવર્સિટીમાં’ભારત કુલ’નો પ્રારંભ
12, 13 અને 14 ડિસેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,
લાયન્સ કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર પરિમલ નથવાણી ઉપસ્થિત

ગુજરાત મીડિયા ક્લબ દ્વારા ભાવ, રંગ અને તાલના ફેસ્ટિવલ ‘ભારત કુલ’નું ગુજરાત યુનિવર્સિટીમાં આયોજન કરવામાં આવ્યું છે. 12, 13 અને 14 ડિસેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં ‘ભારત કુલ’ કાર્યક્રમ ચાલવાનો છે. જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને BAPSના બ્રહ્મ વિહારી સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત મીડિયા ક્લબ દ્વારા ભાવ, રંગ અને તાલના ફેસ્ટિવલ ‘ભારત કુલના ઉદ્ઘાટન સમારોહ પહેલા વૈદિક મંત્રોચ્ચાર સાથે લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ‘ભારત કુલ’ના અધ્યાય 2માં જાણીતા ચિત્રકારોએ દોરેલા પેઇન્ટિંગ પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. કાર્યક્રમાં મુખ્યમંત્રીએ કહ્યું કે અમે મીડિયાના નેગેટિવ સમાચારને પણ પોઝિટિવ લઇએ છીએ. તો હર્ષ સંઘવી બોલ્યા કે અમારી અને મીડિયાની જોડી જય-વીરુ જેવી છે. તો BAPS સ્વામીનારાયણ સંસ્થાના બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે સત્ય સુધી ના પહોંચો ત્યાં સુધી સવાલ કરવો જોઈએ. આ કાર્યક્રમમાં ત્રણ દિવસ સુધી અલગ અલગ કવિ સંમેલન, સાંસ્કૃતિક કાર્યક્રમ, શિલ્પકલા, ચિત્રકલા પર કાર્યક્રમ યોજાશે. ધ આર્ટ ઓફ બીકમિંગ અ જીનીયસ કાર્યક્રમ અંતર્ગત BAPS સ્વામીનારાયણ સંસ્થાના ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રવચન યોજાશે.

હું હંમેશા કહું છું કે મીડિયા દ્વારા જે પણ નેગેટિવ સમાચાર આવે તેને પોઝિટિવ લેવામાં આવે. કારણ કે તે જરૂરી છે કે અમારા ધ્યાનમાં લાવવામાં આવ્યું છે, તો તે સુધારવામાં આવે. રોજ નેગેટિવ આવે છે અને તેને જોઈએ જ નહીં, તેવું પણ ન થવું જોઈએ. કારણ કે તેને જોવું તો પડે જ. પરંતુ તેમાં ભાવ બદલાવો ન જોઈએ. નેગેટિવ સમાચાર આપતા આપતા ભાવ જ બદલી નાખવામાં આવે તે પણ યોગ્ય નથી. નકારાત્મક સમાચારમાં ભાવ સારા કામનો હોવો જોઈએ. પરંતુ સરકારની મજા લેવા માટે નકારાત્મક ન લખવું જોઈએ…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version