Site icon hindtv.in

ગુજરાતમાં લઠ્ઠાકાંડ અને કાયદો-વ્યવસ્થાની કથળી

ગુજરાતમાં લઠ્ઠાકાંડ અને કાયદો-વ્યવસ્થાની કથળી
Spread the love

ગુજરાતમાં લઠ્ઠાકાંડ અને કાયદો-વ્યવસ્થાની કથળી
આદમી પાર્ટીએ સરકાર સામે મોરચો માંડ્યો
આપના નેતાઓએ ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

ગુજરાતમાં લઠ્ઠાકાંડ અને કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈને રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ભાવનગર નકલી દારૂ પીવાથી થયેલા મરણ અને સુરતમાં યુવાનની તબિયત લથડવી સાથે વધતા જતા ગુનાખોરીના આંકડાઓને મુદ્દે આમ આદમી પાર્ટીએ સરકાર સામે મોરચો માંડી આપના નેતાઓએ ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી છે.

રાજ્યમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે ભાવનગરમાં 9 ના મોત અને સુરતમાં 1 વ્યક્તિની તબિયત નકલી દારૂ પીવાથી લથડી હોય સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આમ આદમી પાર્ટીના મતે, આ ઘટના માત્ર દારૂબંધીની નિષ્ફળતા નથી, પરંતુ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડ્યાની સાબિતી છે. કેન્દ્ર સરકારના અહેવાલનો હવાલો આપતાં જણાવવામાં આવ્યું કે, ગુજરાતમાં ગંભીર ગુનાઓમાં 32 ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં, એક જ વર્ષમાં 1000 કરોડથી વધુનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે, નાના કર્મચારીઓ કે અધિકારીઓની બદલી અને સસ્પેન્શન કરવાથી સંતોષ નહીં માનવામાં આવે. મંત્રાલય સંભાળતા મંત્રીઓની જવાબદારી નક્કી થવી જરૂરી છે.

કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા બદલ આપ દ્વારા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી છે. સાથે જ મુખ્યમંત્રીને અપીલ કરાઈ છે કે, જો તેઓ રાજીનામું ન આપે તો તેમને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવે.

Exit mobile version