Site icon hindtv.in

ભાવનગરમાં મોડીરાત્રે ઘોઘમાર વરસાદ,

ભાવનગરમાં મોડીરાત્રે ઘોઘમાર વરસાદ,
Spread the love

ભાવનગરમાં મોડીરાત્રે ઘોઘમાર વરસાદ,
ઘોઘામાં 6 ઈંચ, સિહોર અને ભાવનગર 4.5 ઈંચ,
શહેરના રોડ પર ભાણી ભરાતા વાહનચાલકો પરેશાન

ભાવનગર શહેર અને જિલ્લામાં મોડીરાત્રે 6-7 જુલાઈના ઘોઘમાર વરસાદ વરસ્યો હતો. મોડીરાત્રે એકાએક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં વલ્લભીપુરમાં 2 ઈંચ, ઉમરાળા 3 ઈંચ, ભાવનગરમાં 4.5 ઈંચ, ઘોઘામાં 6 ઈંચ, સિહોર 4.5 ઈંચ, ગારીયાધાર 3.5 ઈંચ, પાલીતાણા 2 ઈંચ, તળાજા 1.5 ઈંચ, મહુવા 2 ઈંચ તથા જેસર 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ધોધમાર વરસાદના પગલે રોડ પર પાણી ફરી વળ્યા હતા, સતત ત્રીજા દિવસે સવારથી જ ધીમી ધારે અવિરતપણે વરસાદ શરૂ રહેતા વાતાવરણમાં તાપમાનનો પારો ગગડયો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જેમાં રાજ્યના ભાવનગર, નવસારી, સુરત, ડાંગ અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં પડેલ વરસાદના આંકડા ભાવનગર જિલ્લામાં 24 કલાકમાં વરસાદના આંકડા જોઈએ તો વલ્લભીપુરમાં 57 મિમી, ઉમરાળામાં 80 મિમી, ભાવનગરમાં 114 મિમી, ઘોઘામાં 156 મિમી, સિહોરમાં 113 મિમી ગારીયાધારમાં 86 મિમી પાલીતાણામાં 52 મિમી તળાજામાં 35 મિમી, મહુવામાં 55 મિમી તથા જેસરમાં 48 મિમી વરસાદ વરસ્યો હતો…

Exit mobile version