Site icon hindtv.in

પાંડેસરામાં સાડી અને બુટ ચપ્પલની દુકાનમાં મોડી રાત્રે આગ

પાંડેસરામાં સાડી અને બુટ ચપ્પલની દુકાનમાં મોડી રાત્રે આગ
Spread the love

પાંડેસરામાં સાડી અને બુટ ચપ્પલની દુકાનમાં મોડી રાત્રે આગ
સાડીની દુકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી
સાડીની દુકાનની લપેટમાં બુટ ચપ્પલની દુકાનમાં આગ

સુરત પાંડેસરા પાણીની ટાંકી પાસે જલારામ નગરમાં મોડી રાત્રે સાડીની દુકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી.

સુરત પાંડેસરા પાણીની ટાંકી પાસે સાડીની દુકાનમાં લાગેલી આગની લપેટમાં બાજુમાં આવેલી બુટ-ચપ્પલની દુકાન પણ આવી ગઈ હતી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ધુમાડો વધુ હોવાથી ફાયરની ટીમને આગ પર કાબુ મેળવવમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.આખરે ઓક્સિજન માસ્કની મદદથી દુકાનમાં પ્રવેશી બે કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો. આગના આ બનાવમાં સાડીનો દુકાનનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જ્યારે બુટ-ચપ્પલની દુકાનનો ઘણો સામાન ફાયરની ટીમે બચાવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

Exit mobile version