Site icon hindtv.in

સુરતના પાંડેસરામાં રહેતી પેરાલિસિસ થયેલી મહિલાના અંતિમ સંસ્કાર

સુરતના પાંડેસરામાં રહેતી પેરાલિસિસ થયેલી મહિલાના અંતિમ સંસ્કાર
Spread the love

સુરતના પાંડેસરામાં રહેતી પેરાલિસિસ થયેલી મહિલાના અંતિમ સંસ્કાર
અંતિમ સંસ્કાર માટે લઈ ગયા બાદ ત્યાંથી ફરી નવી સિવિલમાં લવાઈ હ
ટ્રોમા સેન્ટરમાં નનામી સ્ટ્રેચર પર મૂકી લઈ જવાઈ

સુરતના પાંડેસરામાં રહેતી પેરાલિસિસ થયેલી મહિલાને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા બાદ ત્યાંથી ફરી નવી સિવિલમાં લવાઈ હતી. જેને લઈ સિવિલમાં કુતુહલ સર્જાયો હતો.

સુરતના પાંડેસરાના શિવમનગરમાં રહેતાં 55 વર્ષના સુનિતાદેવી બ્રિજનંદન ટાંટીને પેરાલિસિસ થયું હતું અને લાંબી બિમારી બાદ તેમનું મોત થયું હતું. પરિવારજનો તબીબી સર્ટિફિકેટ વિના જ અંતિમ સંસ્કાર માટે ઉમરા સ્મશાનભૂમિમાં ગયા હતા. જ્યાં નિયમ મુજબ મૃતકની 60 વર્ષથી ઓછી ઉંમર હોવાથી અગ્નિદાહ આપવા ઈન્કાર કરી પોલીસને જાણ કરાઈ હતી. પરિવારજનો નનામી સાથે નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ટ્રોમા સેન્ટરમાં નનામી સ્ટ્રેચર પર મૂકી લઈ જવાઈ હતી અને અન્ય દર્દીઓની વચ્ચે લાશ મૂકવામાં આવી હતી. તબીબોએ લાશને ચકાસી અને મૃત છે કે કેમ ?તે જાણી ડેથ ડિક્લેર કરાયું હતું. તંત્રએ મૃતદેહને પણ ધક્કા ખવડાવ્યા હતાં.

Exit mobile version