Site icon hindtv.in

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
Spread the love

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
વોર્ડ નંબર 14 ના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ્દ
લેકટરાલયે જ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 14 ના મહિલા ઉમેદવારનો ફોર્મ રદ્દ થતા તેણે કલેકટરાલયે જ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતાં.

સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે સુરત કલેકટરાલયે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો. ભાજપના તમામ 120 ઉમેદવારો સાથે કોંગ્રેસ અને આપના ઉમેદવારો અને અપક્ષો દ્વારા છેલ્લા દિવસે ફોર્મ ભરવા પડાપડી કરાઈ હતી. ત્યારે સુરતના વોર્ડ નંબર 14ના આપના ઉમેદવાર એવા ગૌશાલી ગાંગાણીએ કલેકટરાલયે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોર્મ રદ્દ થતા મહિલા ઉમેદવારે ફિનાઈલ પી લેતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હોય જેને લઈ કલેકટરાલયે ઉમેદવારો અને સમર્થકો સહિત તમામમાં ચકચાર મચી ગઈ હતી. તો મતદાર યાદીમાં નામ હોવાથી ઉમેદવારે ફિનાઈલ પીધુ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.

Exit mobile version