લસકાણા પોલીસે આપધાતની દુષ્પ્રેરણાના રીઢા આરોપીને ઝડપ્યો
આરોપી વીજય સામત કળથીયાને ઝડપી પાડ્યો
સુરતની લસકાણા પોલીસે આપધાતની દુસ્પ્રેરણના રીઢા આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમીશ્નર, ખાસ પોલીસ કમીશ્નર સેક્ટર 1ની સુચના તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર એ ડીવીઝનની સુચના તથા માર્ગદર્શન હેઠળ લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલુ તપાસના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ કર્યુ હોય જેને લઈ પી.આઈ. કે.એ.ચાવડાના માર્ગદર્શન હેઠલ પોલીસ સબ ઇન્સપેકટર એન.આર.પટેલ તથા અ.પો.કો ચિરાગસિંહ દિપસંગ નાઓ લસકાણા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ટેકનીકલ તેમજ હ્યુમન સોશિસના આધારે લસકાણા પોલીસ મથકમાં આપઘાતની દુષ્પ્રેરણાના ગુનામાં સંડોવાયેલા આરોપી એવા મુળ જુનાગઢનો અને હાલ કામરેજ ખાતે રહેતા વીજય સામત કળથીયાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

