Site icon hindtv.in

સુરત : હજીરા પોલીસ સ્ટેશન પાસે મોટા મોટા ખાડાઓ પડ્યા

સુરત :  હજીરા પોલીસ સ્ટેશન પાસે મોટા મોટા ખાડાઓ પડ્યા
Spread the love

સુરત : હજીરા પોલીસ સ્ટેશન પાસે મોટા મોટા ખાડાઓ પડ્યા
ખાડાઓને લઇ 1 કિલો મીટર સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ

સુરતમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો વચ્ચે હજીરા પોલીસ સ્ટેશન પાસે સર્કલ નજીક મોટા ખાડાઓ પડતા ટ્રાફિક જામ સર્જાયો છે.

સુરતના હજીરા પોલીસ મથક વિસ્તારમાં પોલીસ સ્ટેશન નજીક જ આવેલા સર્કલ પાસે મોટા મોટા ખાડાઓ પડ્યા છે. જેને લઈ એક કિલો મીટર સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. હાઈવેના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે રસ્તાઓ ખરાબ હોવા છતા કોઈ કામગીરી ન કરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો એવી પણ ચર્ચા જોવા મળી હતી કે થોડા દિવસો પહેલા જ આ રસ્તા પર કામ કરાયુ હતુ પરંતુ ફરી પરિસ્થિતિ જેસે થે તેવી થઈ ગઈ છે.

Exit mobile version