Site icon hindtv.in

સુરતના હજીરા એએમએનએસ પ્લાન્ટમાં મોટી

સુરતના હજીરા એએમએનએસ પ્લાન્ટમાં મોટી
Spread the love

સુરતના હજીરા એએમએનએસ પ્લાન્ટમાં મોટી
પ્લાન્ટના કોકો ગેટ નજીક ક્રેન પડતાં એક કામદારનું મોત
દુર્ઘટનામાં અન્ય ત્રણ જેટલા કામદારો ઘાયલ થયા છે

સુરતના હજીરા ખાતે આવેલ એ.એમ.એન.એસ. કંપની ખાતે ટાવર ક્રેન તુટી પડતા એકનુ મોત નિપજ્યુ હતુ જ્યારે ત્રણને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડયા હતાં.

સુરત નજીક આવેલા હજીરા ખાતેની એ.એમ.એન.એસ. એટલે કે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. તો મળતી માહિતી મુજબ એએમએનએસમાં પ્લાન્ટના કોકો ગેટ નજીક ક્રેન તૂટી પડવાની ઘટનામાં એક કામદારનું કરૂણ મોત નિપજ્યુ હતું. જ્યારે આ દુર્ઘટનામાં અન્ય ત્રણ જેટલા કામદારો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા તમામ કામદારોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બનાવની જાણ થતા પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી. અને તપાસ હાથ ધરી હતી.

Exit mobile version