દહેજમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બહાર લેન્ડ લુઝર્સનાં ધરણાં
મુખ્ય પ્રવેશદ્વાર બહાર જમીન ગુમાવનાર સ્થાનિકોએ ધરણાં કર્યા
રોજગારી ન મળતાં સ્થાનિકોમાં રોષ
ભરૂચના દહેજ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય પ્રવેશદ્વાર બહાર જમીન ગુમાવનાર સ્થાનિકોએ રોજગારીના મુદ્દે ધરણા પ્રદર્શન કર્યું હતું.
ભરૂચના દહેજ સ્થિત જીઆઈડીસી માટે જમીન આપનાર લેન્ડ લુઝર્સે કંપની સામે રોજગારી નહીં આપવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનકારીઓના જણાવ્યા મુજબ, જમીન સંપાદન સમયે સ્થાનિકોને રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ અનેક રજૂઆતો બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. છેલ્લા બે વર્ષથી રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા સ્થાનિકો આંદોલનના માર્ગે ઉતર્યા છે. આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે, જમીન સંપાદન દરમિયાન સ્થાનિકોને રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. જોકે, અનેક રજૂઆતો છતાં આજદિન સુધી યોગ્ય રોજગારી આપવામાં આવી નથી. છેલ્લા બે વર્ષથી વિવિધ સ્તરે રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા અંતે તેઓ આંદોલનના માર્ગે ઉતર્યા હોવાનું જણાવ્યું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કાયદો-વ્યવસ્થા જાળવવા બંદોબસ્ત ગોઠવાયો હતો. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે માંગ નહીં સ્વીકારાય તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ તરફ આંદોલનકારીઓએ ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

