Site icon hindtv.in

સુરત વેસુ ગામના નવા બ્લોકની જમીન પચાવી

સુરત વેસુ ગામના નવા બ્લોકની જમીન પચાવી
Spread the love

સુરત વેસુ ગામના નવા બ્લોકની જમીન પચાવી
પ્રતુલ પટેલની બેંગ્લોર એરપોર્ટ પરથી ધરપકડ
બેંગ્લોર એરપોર્ટ પરથી ઈકો સેલની ટીમ સુરત લાવી

સુરત વેસુ ગામના નવા બ્લોકની જમીન પચાવી પાડવા કાવતરાના ભાગરૂપે એક જ સ્ટેમ્પ પેપર પર જુદીજુદી તારીખોના સાટાખત તૈયાર કરી તેવા કુટલેખનો ઉભા કરનાર આરોપી બેંગ્લુરૂ એરપોર્ટ પર પકડાયા બાદ ઈકો સેલે તેની ધરપકડ કરી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખા એટલે કે ઈકો સેલની ટીમે વેસુ વિસ્તારની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ બિલ્ડર વિનુ માલવિયાના ખાસ સાગરીત એવા હાલ અમેરિકાના ન્યુ મેક્સીકોમાં રહેતા અને મુળ ઘોડદોડ રોડ ખાતે વીલ્સન ટાવરમાં રહેતો પ્રતુલ પટેલની બેંગ્લોર એરપોર્ટ પરથી ઈમિગ્રેશન વિભાગે ધરપકડ કરી છે. લુકઆઉટ સર્ક્યુલરના આધારે ઝડપાયેલા આરોપી પ્રતુલ પટેલને ઈકો સેલની ટીમે સુરત લાવી તેની ધરપકડ કરી હતી.

Exit mobile version