વિરપોરમાં સરપંચના ઘરે લાખોની ચોરી
સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ પર તસ્કરોનો હાથફેરો
અંદાજિત ₹3 થી ₹4 લાખની ચોરીથી ગામમાં ફફડાટ
મધરાતે તસ્કરો ત્રાટક્યા, કબાટનું તાળું તોડી ચોરી
ગત રાત્રે આશરે ૧થી ૨ વાગ્યાના અરસામાં ચોરો ત્રાટક્યા હતા. તસ્કરો ઘરમાં પ્રવેશી કબાટનું તાળું તોડી દાગીના અને રોકડનો હાથફેરો કર્યો હતો. સવારે ચોરી થઈ હોવાની જાણ થતાં જ ગ્રામજનો ઘટના સ્થળે ઊમટી પડયા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં કાફલો ઘટના સ્થળે દોડી ગયો.હતો અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પંથકમાં ચોરીનો આ કોઈ પ્રથમ બનાવ નથી. થોડા સમય પહેલાં જ તડકેશ્વરના રોડ ફળિયામાં રહેતા ઈલ્યાસ ઇસ્માઇલ કાળાના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી ૩૨ તોલા સોનાની મોટી ચોરીને અંજામ આપ્યો હતો, જેની પોલીસ ફરિયાદ પણ થઈ હતી. ટૂંકા ગાળામાં જ બનેલી આ બીજી મોટી ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં તડકેશ્વર પોલીસના નાઈટ પેટ્રોલિંગ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.બીજી તરફ વિરપોર ગામના જ વાઈટ રોઝ ફાર્મમાંથી પણ બાઈકની ચોરી થયાની વિગતો સાંપડી છે. ફાર્મમાં લાગેલા સીસીટીવીમાં બાઇક ચોરી કેદ થવા પામી હતી.

