Site icon hindtv.in

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ટિકિટ માટે લાખોની માંગણી

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ટિકિટ માટે લાખોની માંગણી
Spread the love

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ટિકિટ માટે લાખોની માંગણી
આપ નેતા પર ટીકીટ માટે લાખો રૂપિયાની માંગણીના આક્ષેપ
આપ નેતાઓ વિરૂદ્ધ પોલીસમાં વિડીયો પુરાવા સાથે અરજી

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના મતદાનના એક દિવસ પહેલા જ આપ નેતા પર ટીકીટ માટે લાખો રૂપિયાની માંગણી કરાઈ હોવાના આક્ષેપો સાથે પોલીસમાં અરજી કરાઈ છે.

સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ કોર્પોરેશનની ટિકિટ માટે ઉમેદવાર પાસેથી લાખો રૂપિયાની માંગણી કરી ટિકિટ ના આપી હોવાના આક્ષેપો કરાયા છે. દિલ્હીથી મુકાયેલા એજન્ટએ ટીકીટ માટે 21 લાખ આપો, કોર્પોરેટર બનશો એટલે 6 મહિનામાં ઊભા થઈ જશે તેમ કહ્યુ હતું. ફરિયાદીએ કહ્યુ હતુ કે રજનીભાઈ ને બોલા હૈ નવનીત તુમ ફોર્મ તૈયાર કર લો ઓર પેમેન્ટ કમ્પ્લીટ કર દો, તુમ્હારા ટિકિટ પક્કા તેમ કહી રૂપિયા લઈ લીધા બાદ પણ ટીકીટ આપી ન હતી. જેને લઈ આપ નેતાઓ વિરૂદ્ધ પોલીસમાં વિડીયો પુરાવા સાથે અરજી કરાતા રાજકીય માહોલ ગરમાયો છે.

Exit mobile version