સુરત રેલ્વે સ્ટેશન પર ભીડમાં લેડીઝ પર્સની ચોરી
લેડીઝ પર્સની ચોરી કરી ભાગી છુટેલા રીઢાને ઝડપ્યા
ચોર ઈદુ ખાન જહુર ખાનની ધરપકડ કરી
સુરત રેલ્વે સ્ટેશન પર ભીડમાં લેડીઝ પર્સની ચોરી કરી ભાગી છુટેલા રીઢાને રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો હતો.
સુરત રેલ્વે પોલીસની ટીમ પીઆઈ જેબી મીઠાપરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગત 20 મી જાન્યુઆરીના રોજ સુરત રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નંબર 1 પર ટ્રેનમાં ચઢવા જતી મહિલાનો લેડીઝ પર્સ કે જેમાં નાના પર્સમાં રોકડા રૂપિયા, સોનાના દાગીના તથા અન્ય મત્તા હોય તે ચોરી અજાણ્યો ભાગી છુટ્યો હોય જે ગુનાની તપાસ એએસઆઈ કેશરસિંહને સોંપાતા તેઓએ સીસીટીવી સહિતની તપાસ કરતા મોબાઈલ ચોરી કરનાર સીસીટીવીમાં કેદ થયો હોય જેને હ્યુમન સોર્સિસની મદદથી રેલ્વે પોલીસે ઝડપી પાડી પુછપરછ કરતા રીઢાએ પોતાનુ નામ ઈદુ ખાન જહુર ખાન બતાવતા તેની ધરપકડ કરી તેની પાસેથી ચોરાયેલ પર્સ અને મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

