Site icon hindtv.in

સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં મજૂર નીચે પટકાતા ગંભીર ઈજા

સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં મજૂર નીચે પટકાતા ગંભીર ઈજા
Spread the love

સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં મજૂર નીચે પટકાતા ગંભીર ઈજા
સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી
મૃતક ગુલાબસિંગ ગાવીતના મોતથી બે દીકરીઓએ સહારો ગુમાવ્યો

સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં છત પર તાડપત્રી ગોઠવતી વખતે સંતુલન ગુમાવતાં મજૂર નીચે પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

સુરતના પાંડેસરા જીઆઈડીસીના પ્રતિભા મિલ વિસ્તારમાં કામ દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ હતી. મુળ નવાપુર નજીકના ગામનો અને સુરત મજુરી માટે અપડાઉન કરતા 42 વર્ષીય ગુલાબસિંગ વિરજી ગાવીત પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં છત પર તાડપત્રી ગોઠવતી વખતે સંતુલન બગડતાં ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો. આ ગંભીર અકસ્માત બાદ ઇજાગ્રસ્ત મજૂરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ તો મૃતક ગુલાબસિંગ ગાવીતના મોતથી તેની બે દીકરીઓએ પિતાનો સહારો ગુમાવ્યો છે, જ્યારે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ પરિવારજનોએ મૃતકના યોગ્ય વળતર સાથે બાળકોના ભરણપોષણ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.

Exit mobile version