Site icon hindtv.in

સુરતના પાલીગામમાં ડેન્ગ્યુથી શ્રમિકનું મોત

સુરતના પાલીગામમાં ડેન્ગ્યુથી શ્રમિકનું મોત
Spread the love

સુરતના પાલીગામમાં ડેન્ગ્યુથી શ્રમિકનું મોત
તબિયત લથડતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા,
વધુ સારવાર માટે સુરત લાવતી વખતે શ્રમિકે જીવ ગુમાવ્યો
પાલીગામમાં ડેન્ગ્યુનો કહેર, સારવાર દરમિયાન શ્રમિકનું મોત

સુરતના પાલીગામ વિસ્તારમાં ડેન્ગ્યુની બીમારીથી એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બપોરે તબિયત લથડતાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રાત્રે ડેન્ગ્યુનું નિદાન થયું હતું. ત્યારબાદ તબિયત વધુ ગંભીર બનતાં વધુ સારવાર માટે સુરત લાવવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન સવારે છથી સાડા છ વાગ્યાની વચ્ચે તેમનું મોત નીપજ્યું હતું.

સુરતના પાલીગામ વિસ્તારમાં ગંદકી અને સ્વચ્છતાના અભાવ વચ્ચે શ્રમિકના મોતની ઘટના સામે આવતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ શ્રમિકની તબિયત બપોરે અચાનક બગડી હતી અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. રાત્રે ડેન્ગ્યુ હોવાનું નિદાન થયા બાદ તેમની તબિયત વધુ લથડી હતી. વધુ સારવાર માટે સુરત લઈ જતી વખતે સવારે છથી સાડા છ વાગ્યાની આસપાસ તેમનું કરુણ મોત થયું હતું. આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં સફાઈ વ્યવસ્થા અને મચ્છરજન્ય બીમારીઓને અટકાવવા માટે કરવામાં આવતી કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

Exit mobile version