Site icon hindtv.in

સુરતના કતારગામ વિસ્તારમાં શ્રમિકનુ મોત

સુરતના કતારગામ વિસ્તારમાં શ્રમિકનુ મોત
Spread the love

સુરતના કતારગામ વિસ્તારમાં શ્રમિકનુ મોત
નવી બંધાઈ રહેલી બિલ્ડીંગ પરથી પટકાતા ગંભીર રીતે ઘવાયેલા શ્રમિક
શ્રમિકનુ મોત નિપજતા ન્યાયની માંગણી કરાઈ

સુરતના કતારગામ વિસ્તારમાં નવી બંધાઈ રહેલી બિલ્ડીંગ પરથી પટકાતા ગંભીર રીતે ઘવાયેલા શ્રમિકનુ મોત નિપજતા ન્યાયની માંગણી કરાઈ હતી.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ બાંધકામ સાઇટ પરથી શ્રમિક કામદાર સંતુલન ગુમાવતા ઊંચાઈ પરથી પટકાયો હતો જેને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સાથી કામદારો દ્વારા હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમિકનુ મોત નિપજ્યુ હતું. તો ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તો બાંધકામ સાઇટ પર સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની તપાસ સાથે શ્રમિકે સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ સહિતના સુરક્ષા સાધનો પહેર્યા હતા કે નહીં તે મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. સાથે સાઇટ સંચાલકોની બેદરકારી હતી કે નહીં તે અંગે પણ પૂછપરછ શરૂ કરાઈ છે.

Exit mobile version