લેબગ્રોન રફના ભાવમાં સતત વધારો, તૈયાર હીરાના ભાવ યથાવત
રફના વધતા ભાવ સામે તૈયાર હીરાના ભાવમાં વધારો નહીં
ભાવને લઈને લેબગ્રોન હીરાના વેપારીઓમાં ચિંતા
લેબગ્રોન ડાયમંડ એસોસિએશનની મહત્વની બેઠક યોજાઈ
લેબગ્રોન રફના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ તેની સામે તૈયાર હીરાના ભાવમાં વધારો નહીં થતાં વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. આ મુદ્દે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા મહત્વની બેઠક યોજાઈ હતી.
સુરતમાં લેબગ્રોન ડાયમંડ વેપારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તૈયાર લેબગ્રોન હીરાના ભાવ વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રફના ભાવમાં થઈ રહેલા વધારાની સામે તૈયાર હીરાના ભાવમાં પણ યોગ્ય વધારો જરૂરી હોવાની વાત કરવામાં આવી હતી. બેઠકમાં વેપારીઓને તૈયાર હીરાનું વેચાણ 25થી 30 ટકા વધુ ભાવ સાથે કરવા અંગે ચર્ચા થઈ હતી. બજારમાં તૈયાર લેબગ્રોન હીરાની ડિમાન્ડ હોવાના કારણે ભાવમાં વધારો કરવો જરૂરી હોવાનું એસોસિએશન દ્વારા જણાવાયું હતું. સાથે જ રફના ભાવ વધી રહ્યા હોય ત્યારે લેબર ઘટાડીને માલનું વેચાણ ન કરવું તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જો રફના ભાવ સામે તૈયાર હીરાના ભાવમાં વધારો નહીં થાય તો રત્નકલાકારો અને વેપારીઓ બંનેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

