સુરત વરાછામાં એસબીઆઈ બેંક લૂંટ કેસમાં માસ્ટર માઈન્ડ કુંદન ભગત
પટનાની એનઆઈએ કોર્ટમાંથી માસ્ટર માઈન્ડ કુંદન ભગતનો કબ્જો લીધો
માસ્ટર માઈન્ડ કુંદન ભગતનો કબ્જો લઈ સુરત લવાયો
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખ રૂપિયાની સનસનાટીભરી લૂંટ કેસમાં પોલીસે પટનાની એનઆઈએ કોર્ટમાંથી માસ્ટર માઈન્ડ કુંદન ભગતનો કબ્જો લઈ સુરત લવાયો હતો.
સુરતના વરાછા સ્થિત એસબીઆઈ બેંકમાં સાત જેટલા આરોપીઓએ બંદૂકની અણીએ અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. ઘટનાના ખુલાસા માટે ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે સૌપ્રથમ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ વધુ એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં સમગ્ર કાવતરાનો સૂત્રધાર કુંદન ભગત હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે કુંદન ભગત તે સમયે પટનાની જેલમાં બંધ હોવા છતાં તેણે જેલમાંથી જ લૂંટનો પ્લાન ઘડ્યો હતો અને તેના સાગરીતોને માર્ગદર્શન આપ્યું હતું. વરાછા પોલીસે કુંદન ભગતની કસ્ટડી મેળવવા કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. પટનાની એનઆઈએ કોર્ટ દ્વારા મંજૂરી મળ્યા બાદ આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સુરત લાવવામાં આવ્યો હતો. જે અંગે ડીસીપીએ વધુ માહિતી આપી હતી.

