Site icon hindtv.in

સુરતમાં ભારે વરસાદ વચ્ચે કુંભારીયા ખાડી ઓવરફ્લો

સુરતમાં ભારે વરસાદ વચ્ચે કુંભારીયા ખાડી ઓવરફ્લો
Spread the love

સુરતમાં ભારે વરસાદ વચ્ચે કુંભારીયા ખાડી ઓવરફ્લો
ભરત કેન્સર હોસ્પિટલ આસપાસના માર્ગો પાણીમાં ગરકાવ
આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળતાં મુખ્ય રસ્તાઓ જળમગ્ન બન્યા

સુરતમાં ભારે વરસાદ વચ્ચે કુંભારીયા ખાડી ઓવરફ્લો થઈ હોય તેમ ભરત કેન્સર હોસ્પિટલ આસપાસના માર્ગો પાણીમાં ગરકાવ થતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે કુંભારીયા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. ખાડીનું પાણી ભરત કેન્સર હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં ફરી વળતાં મુખ્ય રસ્તાઓ જળમગ્ન બન્યા છે. માર્ગો પર પાણીનું સ્તર વધતાં વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે અને અનેક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક સ્થળોએ રસ્તાઓ નદી જેવા દેખાતા હતા, જેના કારણે લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે.

Exit mobile version