ભાવનગર ફુલસર કર્મચારીનગરમાં લગ્ન પ્રસંગમાં યુવક પર છરીથી હુમલો,
લવ મેરેજનો મામલો કારણભૂત હોવાની આશંકા
ભાવનગર ફુલસર કર્મચારીનગરમાં લગ્ન પ્રસંગમાં યુવક પર છરીથી હુમલો, લવ મેરેજનો મામલો કારણભૂત હોવાની આશંકા
ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફુલસર કર્મચારીનગર ખાતે રહેતા રાજદીપભાઈ તનસુખભાઈ મેર તેઓ લગ્ન પ્રસંગે પોતાના ફાઇના ઘરે આવ્યા હતા ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ સામે તેમના પિતાના સાળા હાર્દિક જાડેજા, મયુરસિંહ, અમરદીપસિંહ સહિત અન્ય ત્રણથી ચાર શખ્સોએ હુમલો કરી છરીના ઘા માર્યા હતા.ઇજાગ્રસ્ત ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પ્રાથમિક માહિતી મુજબ લવ મેરેજને લઈ જૂનો મનદુઃખ કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને લઈ બોરતળાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…

