Site icon hindtv.in

સુરતમાં કિરણ હોસ્પીટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી

સુરતમાં કિરણ હોસ્પીટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી
Spread the love

સુરતમાં કિરણ હોસ્પીટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી
દેશમાં પ્રથમ વખત એક બ્રેઈન ડેડ વ્યક્તિના 7 અંગોનું દાન
એકજ હોસ્પિટલમાં એકસાથે 7 વ્યક્તિઓમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા

સુરતમાં કિરણ હોસ્પીટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશમાં પ્રથમ વખત એક બ્રેઈન ડેડ વ્યક્તિના અંગોથી એકજ હોસ્પિટલમાં એકસાથે 7 વ્યક્તિઓમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા હોય તેવી આ દેશની પ્રથમ ઘટના છે.

દેશમાં પ્રથમ વખત એક બ્રેઈન ડેડ વ્યક્તિના અંગોથી એક જ હોસ્પિટલમાં એકસાથે 7 વ્યક્તિઓમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા હોય તેવી આ દેશની પ્રથમ ઘટના છે. સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેઈન ડેડ વ્યક્તિના 7 અંગોને એક દિવસે એકસાથે 7 વ્યક્તિઓમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. 52 વર્ષીય મહિલા બ્રેઈન ડેડ જાહેર થતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરીને માનવતા મહેકાવી હતી. કિરણ હોસ્પીટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશના ઓર્ગન ફેલ્યોર લોકો માટે કિરણ હોસ્પિટલ આશાનું કિરણ બની છે. અંગદાતાઓના અંગો થકી અને કિરણ હોસ્પિટલના માધ્યમથી ઓર્ગન ફેલ્યોર લોકોને નવું જીવન મળે છે. 23 એપ્રિલના રોજ સુરતના 51 વર્ષીય બ્રેઈન ડેડ પન્નાબેનના અંગોના દાન થકી ૭ લોકોને નવું જીવન મળ્યું છે, જેમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ 34 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું, લીવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના 42 વર્ષીય પુરુષમાં કરવામાં આવ્યું. કિડની નું ટ્રાન્સપ્લાન્ટ 38 વર્ષીય મહિલા અને 57 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું. હાથનું ટ્રાન્સપ્લાન્ટ 43 વર્ષની મહિલામાં કરવામાં આવ્યું. આંખ(કોર્નિયા) નું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદ ની 40 વર્ષની મહિલામાં અને 62 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું .કિરણ હોસ્પિટલના મેડીકલ ડીરેકટર ડો.મેહુલ પંચાલે જણાવ્યું હતું કે, સાત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે અલગ અલગ સમય લાગ્યો હતો.

સાત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામા સૌથી વધુ ફેફસા ટ્રાન્સપોર્ટ કરતાં 10 કલાક જેટલો સમય લાગ્યો હતો. 6 કલાક હાથ માટે, લીવર માટે 7 કલાક, કિડની માટે 4 કલાક અને આંખો માટે એકથી દોઢ કલાકમાં ટ્રાન્સપ્લાન્ટ થતા હોય છે. આ તમામ ટ્રાન્સપ્લાન્ટ એક જ દિવસમાં કરવામાં આવ્યા હતા. દર્દી કિરણ હોસ્પિટલમાં જ હોવાથી આ શક્ય બન્યું હતું. આ તમામ પ્રક્રિયાની અંદર ટૂંક જ સમયમાં કરવામાં આવી હતી. ઓર્ગન વ્યક્તિ માંથી રીમુવ કર્યા બાદ બે થી ત્રણ મિનિટની અંદર જ આ ઓર્ગન છે તે ટ્રાન્સપ્લાન્ટ કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. આ સાત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે 25 ડૉક્ટર અને 30 જેટલો પેરા મેડિકલ સ્ટાફ કામે લાગ્યો હતો.

Exit mobile version