Site icon hindtv.in

સુરતમાં કિન્નર દારૂની હેરાફેરી કરતા ઝડપાયો

સુરતમાં કિન્નર દારૂની હેરાફેરી કરતા ઝડપાયો
Spread the love

સુરતમાં કિન્નર દારૂની હેરાફેરી કરતા ઝડપાયો
પોલીસે બાતમીના આધારે 3ની કરી ધરપકડ
પોલીસે તેઓ પાસેથી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો

બે ટ્રાન્સજેન્ડર સહિત ચારને દારૂની હેરાફેરી કરતા ઉધના પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતની ઉધના પોલીસ તહેવારોને લઈ પેટ્રોલિંગમાં છે ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ ડો. કાનન દેસાઈ અને નાયબ પોલીસ કમિશનર સી ડીવીઝન ચિરાગ પટેલના આદેશથી ઉધના પી.આઈ. એસ.એન. દેસાઈ તથા સેકન્ડ પી.આઈ. જે.એસ. ઝાંબરે અને પી.એસ.આઈ. એમ.કે. ઈશરાણીની ટીમના અ.પો.કો. પ્રદિપભાઈ તથા જીવનદિપસિંહ અને કલ્પેશભાઈએ બાતમીના આધારે ઉધના મઢીની ખમણી સામે ખુલ્લા પ્લોટમાંથી વેગન આર કાર સાથે બે ટ્રાન્સજેન્ડર ચેતન ઉર્ફે ઈશિતાકુંવર દરજી, ડેઝીકુંવરનિર્મલાકુંવર અને અજય ધીરૂ પટેલ તથા કિશન ગગજી બાવળીયાને ઝડપી પાડી તેઓ પાસેથી 1 લાખ 43 હજારથી વધુની કિંમતના વિદેશી દારૂ સહિત કાર મળી 4 લાખ 43 હજારથી વધુની મત્તા કબ્જે કરી ચારેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Exit mobile version