Site icon hindtv.in

કીમ – ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદી બે કાંઠે

કીમ - ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદી બે કાંઠે
Spread the love

કીમ – ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદી બે કાંઠે
સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદી ખેડૂતો માટે જીવાદોરી સમાન
મોટા બોરસરા ગામે સીઝનમાં પાંચમી વખત થયો ઓવર ફ્લો
મોટા બોરસરા ગામે કીમ નદી પર બનાવેલ બેરલ કોઝવે પાણીમાં ડૂબ્યો

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે થયેલા ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક વધી છે. આ કારણે અનેક લો લેવલ અને હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે.

માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામેથી પસાર થતી કીમ નદી ત્રણ તાલુકાઓ માટે જીવાદોરી સમાન છે. આ નદી પર આવેલો હાઈ બેરલ બ્રિજ પાણીની આવકને કારણે ડૂબી ગયો છે.બ્રિજ ડૂબી જવાથી કીમ અને આજુબાજુના ગામના લોકોને હાઈવે પર જવા માટે કીમ ચાર રસ્તા થઈને ફરવો કરવો પડે છે. આ બ્રિજનો ઉપયોગ કરીને હાઈવે પરના ઔદ્યોગિક એકમોમાં નોકરી-ધંધાર્થે જતા લોકો હાલ અટવાયા છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, આટલો ઊંચો બ્રિજ હોવા છતાં વારંવાર પાણીમાં ડૂબી જાય છે. ખાસ કરીને જેમની જમીન નદીના સામે કાંઠે આવેલી છે તેવા ખેડૂતોને ખેતરે જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સીઝનમાં આ બ્રિજ પાંચમી વાર પાણીમાં ડૂબ્યો છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગ્રામજનો વધુ ઊંચો બ્રિજ બનાવવાની માગણી કરી રહ્યા છે…

Exit mobile version