સુરતમાં હત્યાના વધી રહેલા બનાવો વચ્ચે લીંબાયતમાં હત્યા
સંજય નગર ખાતે યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
સુરતમાં હત્યાના વધી રહેલા બનાવો વચ્ચે લિંબાયતમાં સંજય નગર ખાતે યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ હતી.
સુરતમાં ઘણા સમયથી હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના લિંબાયતમાં હત્યાની ઘટના બની હતી. લિંબાયતના સંજયનગર વિસ્તારમાં સુદામ પાટીલ નામના યુવકની હત્યા કરાઈ હતી. અજાણ્યાઓએ જાહેર રોડ પર જ યુવાન સુદામ પાટીલ પર તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. તો હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. બનાવને લઈ યુવાનની લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડાઈ હતી તો પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

