અમરેલીના બાબરામાં જૂની અદાવતમાં હત્યા
સમાધાનના બહાને બોલાવી યુવકની ક્રૂર હત્યા કરવામાં આવી
પોલીસે 10 શખસોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી
અમરેલીના બાબરાના કરીયાણા ગામની સીમમાં એક 25 વર્ષીય યુવાનની તેના જ સાસરીયા પક્ષના સભ્યો દ્વારા તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો સુરાપુરાની ખાંભીઓ ઉખેડી નાખવાની શંકા અને અંધશ્રદ્ધા સાથે જોડાયેલો હોવાનું બહાર આવ્યો હતો. હત્યાના બનાવ મામલે પોલીસે 10 શખસોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલીના બાબરાના કરીયાણા જીવાપર રોડ પર ભરત ઉગરેજીયા નામના યુવકની હત્યાના ગુનામાં પોલીસે 10 શખસોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સુરાપુરાની ખાંભી કાઢી નાખવા બાબતે સમાધાન કરવા બોલાવીને ક્રૂર હત્યા નીપજાવામાં આવી હતી. સમગ્ર મામલે આજે તારીખ 10 મે બાબરા પોલીસે 10 આરોપીને ઝડપી પાડી ઘટના સ્થળે લઈને પહોંચી હતી. પોલીસ ફરિયાદ મુજબ, મૂળ વિંછીયા તાલુકાના ફૂલઝર ગામનો વતની અને હાલ મોરબી મુકામે રહી મજૂરી કામ કરતો ભરત વલ્લભભાઈ ઉગરેજીયાનું 8 મેના રોજ બપોરે મોરબીથી કોર્ટનું કામ પતાવી પોતાની કાર લઈને બાબરા તરફ જવા નીકળ્યો હતો. આ દરમિયાન કરીયાણા-જીવાપર રોડ પર આવેલા મામાદેવના મંદિર પાસે કેટલાક લોકોએ કાર આંતરી હતી અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને ભરતની હત્યા કરી હતી. જેમાં મૃતક યુવાનના સાસરીયા પક્ષની જ સંડોવણી ખુલી છે
પોલીસે આ મામલે સાસરીયા પક્ષના કીરણ મનુભાઈ જીલીયા, જગદિશ મુકેશ જીલીયા, મહેશ ભનુભાઈ જીલીયા, પરેશ મુકેશભાઈ જીલીયા, રોહીત ધીરૂભાઈ જીલીયા, મયુર ભનુભાઈ જીલીયા તથા અન્ય 3 અજાણ્યા સહિત કુલ 10 સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીમાં મુખ્યત્વે સાસરીયા પક્ષના પિતરાઈ ભાઈઓ અને ભાણેજનો સમાવેશ થાય છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

