Site icon hindtv.in

સુરતના શ્રીજી નગરી વિસ્તારમાં વાહન ખસેડવા બાબતે હત્યા

સુરતના શ્રીજી નગરી વિસ્તારમાં વાહન ખસેડવા બાબતે હત્યા
Spread the love

સુરતના શ્રીજી નગરી વિસ્તારમાં વાહન ખસેડવા બાબતે હત્યા
નજીવી બાબતે થયેલા ઝઘડામાં એકની હત્યા કરાઈ
આરોપીઓ અનિલ દેવીપુજક, કાલુ દેવીપુજક તથા શનિની ધરપકડ

સુરતના શ્રીજી નગરી વિસ્તારમાં વાહન ખસેડવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એકની હત્યા કરાઈ હતી. તો હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

સુરતમાં નજીવી બાબતે પણ હત્યાની ઘટનાઓ બની રહી છે. ત્યારે સુરતના રાંદેરમાં વાહન ખસેડવા બાબતે થયેલા ઝઘડામાં એકની હત્યા કરાઈ હતી. રાંદેર શ્રીજી નગરી વિસ્તારમાં વાહન ખસેડવા માટે રાજુ સોલંકી અને આરોપીઓ અનિલ દેવીપુજક, કાલુ દેવીપુજક તથા શનિ નામના ઈસમ સાથે ઝઘડો થયો હતો જેમાં લાકડાના ફટકા વડે રાજુ સોલંકી પર હુમલો કરાતા ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તબીબોએ રાજુ સોલંકીને મૃત જાહેર કર્યો હતો. બનાવને લઈ રાંદેર પોલીસે સ્થળે દોડી જઈ હત્યરાઓ અનિલ દેવી પુજક, કાલુ દેવીપુજક અને શનીની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Exit mobile version