સુરતના ઉત્રાણ વિસ્તારમાં વોચમેનને માર
પોલીસે આરોપીઓની શાન ઠેકાણે પાડી
લોકોમાં પણ પિતા પુત્ર સામે રોષ જોવા મળ્યો
સુરતના ઉત્રાણ વિસ્તારમાં વોચમેનને માર મારવાના વાયરલ થયેલા મારામારીના વિડીયો મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓની શાન ઠેકાણે પાડી હતી.
સુરતમાં અસામાજિક તત્વો વારંવાર આતંક મચાવતા હોય છે ત્યારે સુરતના ઉત્રાણ વિસ્તારમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો હતો. વેદાંત સીટીમાં પિતા પુત્રએ મળીને વૃદ્ધ વોચમેનને માર માર્યો હતો આ ઘટનાનો વાયરલ વિડીયોને લઈ તાત્કાલિક ઉત્રાણ પોલીસે કામગીરી હાથ ધરી હતી અને આરોપી પિતા – પુત્રની ધરપકડ કરી તેઓને કાયદાનુ ભાન કરાવ્યુ હતું. તો આ ઘટનાના સીસીટીવી સામે આવતા લોકોમાં પણ પિતા પુત્ર સામે રોષ જોવા મળ્યો હતો

