ઓપરેશન કારાવાસ અંતર્ગત અપહરણ અને પોક્સો
ગુનામાં 20 વર્ષની સજા પામેલો અને પેરોલ રજા પરથી ફરાર
આરોપી રાજકુમાર કાકડેને મહારાષ્ટ્રના બુલઢાણા ખાતેથી ઝડપ્યો
ઓપરેશન કારાવાસ અંતર્ગત અપહરણ અને પોક્સોના ગુનામાં 20 વર્ષની સજા પામેલો અને પેરોલ રજા પરથી ત્રણ વર્ષથી ફરાર થયેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે.
ગુજરાત રાજ્ય ડીજીપી દ્વારા રાજ્યના પાકા કામના કેદી જે પેરોલ ફર્લો રજા પરથી છુટી ફરાર થયા હોય તેઓને પકડવા ઓપરેશન કારાવાસ ની જઉંબેશ શરૂ કરી હોય જેને લઈ સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ લાજપોર જેલમાંથી અલગ અલગ ગુનાઓમાં પેરોલ ફર્લો, વચગાળાની રજા લઈ ફરાર થયેલા આરોપીઓની તપાસ શરૂ કરી હતી. જેમાં અપહરણ વિથ પોકસોના ગુનામાં 20 વર્ષની સજા પામેલા અને પેરોલ રજા પરથી ત્રણ વર્ષથી ફરાર થયેલા આરોપી રાજકુમાર કાકડેને મહારાષ્ટ્રના બુલઢાણા ખાતેથી ઝડપી પાડી તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

