Site icon hindtv.in

ભુજની સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી સાક્ષી ખાનિયાની હત્યા

ભુજની સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી સાક્ષી ખાનિયાની હત્યા
Spread the love

ભુજની સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી સાક્ષી ખાનિયાની હત્યા
હત્યા બાદ સમગ્ર જિલ્લામાં ઘટનાના પડઘા પડ્યા
હુંમલો કરનાર આરોપીને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી

ભુજ શહેરમાં કોલેજિયન યુવતીની હત્યા કરવામાં આવી છે. પાડોશી યુવકે જ સોશિયલ મીડિયામાં બ્લોક કરવા મામલે ગઈકાલે છરી વડે ગળું કાપી નાખ્યું હતું, જેથી તે યુવતીનું આજે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. પોલીસે મોડીરાત્રે આરોપીને ઝડપી લીધો છે. ઘટનાને પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં અરેરાટી સાથે ચકચાર ફેલાઈ છે.

સમગ્ર ઘટનામાં ભુજ શહેરની ભાગોળે આવેલા એરપોર્ટ રિંગ રોડ નજીક સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના સંકુલ બહાર સાક્ષી ખાનિયા નામની યુવતી હોસ્ટેલ જવા નીકળી હતી. એ દરમિયાન ગાંધીધામના શખસ મોહિત મૂળજી સિદ્ધપરા તેના મિત્ર સાથે બાઇક પર પહોંચ્યો હતો અને યુવતીને મળ્યો હતો, જ્યાં તેણે યુવતીને કહ્યું હતું કે તે મને શું કામ બ્લોક કરી દીધો છે, જેના પ્રત્યુત્તરમાં યુવતીએ કહ્યું હતું કે મારે તારી સાથે કોઈપણ વ્યવહાર કે સંબંધ રાખવા નથી. આમ સાંભળતાં જ યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી યુવતીના ગળા ઉપર ઝીંકી દીધી હતી. શિક્ષણ સાથે સમાજ જીવનને ચિંતામાં મૂકનારી આ ઘટનામાં ઘાયલ યુવતીને શાળા સંચાલકો દ્વારા ખાનગી વાહન મારફત તાત્કાલિક ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં નિષ્ણાત તબીબો દ્વારા તેની સારવાર ચાલી રહી હતી. દરમિયાન આજે સવારે યુવતીએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. હુમલાના બનાવમાં હવે ભુજ એ ડિવિઝન પોલીસે હત્યાના ગુના હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે

આ દૃશ્ય જોઈ તેના મિત્રએ વચ્ચે પડી છોડાવવાની કોશિશ કરતાં ક્રોધમાં રહેલા આરોપીએ મિત્રને પણ પીઠના ભાગે છરી મારી દીધી હતી. બન્ને જણાને ઈજા પહોંચાડી લોહીલુહાણ કરી દેતાં યુવક બાઈક મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવ સમયે એક રાહદારીએ કોલેજ અંદર પહોંચી બનાવની વાત કરી હતી. એના પગલે સંચાલકો દોડી આવ્યા હતા અને બન્ને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડયાં હતાં. યુવક અને યુવતીનાં ઘરો ગાંધીધામ ભારતનગરમાં આસપાસ હોવાથી બન્નેના સંબંધ વિશે પણ તપાસ ચાલી રહી છે. હુંમલો કરનાર આરોપીને પોલીસે ભુજ વિસ્તારમાંથી જ મોડીરાત્રે ઝડપી લીધો હતો. આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version